ખીજડીયા બાયપાસ પાસેથી અંગ્રેજી શરાબની બાર બોટલ સાથે એક ઝબ્બે

જામનગર તા. ૧૫ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસેથી એલસીબીએ ગઈકાલે એક શખ્સને અંગ્રેજી શરાબની બાર બોટલ સાથે પકડી લઈ કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે જ્યારે દિગ્વિજય પ્લોટમાંથી બોટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરમાં ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસે અંગ્રેજી શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા ગઈકાલે બપોરે એલસીબીના સ્ટાફે પીઆઈ એમ.જે. જલુની સૂચનાથી વોચ રાખી હતી.

તે દરમ્યાન શહેરના અંધાશ્રમ પાછળની બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતો નરેશ હરીભાઈ દાફડા નામનો શખ્સ પસાર થતા એલસીબીએ તેની તલાસી લીધી હતી. જેમાં આ શખ્સના કબજામાંથી હરિયાણામાં વેચવા માટે બનાવવામાં આવેલી એપીસોડ ગોલ્ડ બ્રાન્ડની વ્હીસ્કીની ૧૨ બોટલ મળી આવી હતી.

અંદાજે રૃા. ૪૮૦૦ની કિંમતનો શરાબનો ઉપરોક્ત જથ્થો કબજે કરી એલસીબીના હે.કો. લાભુભાઈ ગઢવીએ આરોપી નરેશ ઉર્ફે લાલા દાફળાને કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯માંથી પસાર થતાં તુલસી રમેશભાઈ ચૌહાણ ઉર્ફે તુલીયા નામના શખ્સને પોલીસે અંગ્રેજી શરાબની એક બોટલ સાથે પકડી લીધો છે.

close
Ank Bandh
close
PPE Kit