Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીમવાસમાં ચપલાની લેતીદેતી કરતા બે શખ્સ ઝડપાયાઃ
જામનગર તા. ૧૭: જામનગરના રાજનગર નજીક એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૬૦ ચપલા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. તેણે સપ્લાયરનું નામ આપ્યું છે. જ્યારે જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.૩માં શનિવારે બપોરે ઈંગ્લીશ દારૂના ૧૬ ચપલાની લેતીદેતી કરતા બે શખ્સ ઝડપાઈ ગયા છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર નજીક આવેલા રાજનગર વિસ્તારમાં એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે બપોરે તુષાર ઉર્ફે ભૂરા પ્રકાશભાઈ ગોહિલના મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે તે મકાનમાં તલાશી લેતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ૬૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તુષાર ગોહિલની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તુષાર ગોહિલે દારૂનો જથ્થો પોતાના સાગરીત તથા કુકડા કેન્દ્ર નજીકના આવાસમાં રહેતા સમીર રજાક અન્સારી ઉર્ફે મલ્લા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તુષાર ઉર્ફે ભૂરાની ધરપકડ કરી સમીર ઉર્ફે મલ્લાની શોધ હાથ ધરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસની શેરી નંબર-૩ વિસ્તારમાં શનિવારે બપોરે દારૂની લેતીદેતી કરાતી હોવાની બાતમી પરથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે વોચ રાખી ત્યાંથી અજય નરસીભાઈ બાંભણિયા અને કમલેશ બાબુભાઈ મકવાણા નામના બે શખ્સને પકડી પાડ્યા હતા.
આ શખ્સો પાસેથી ભારતીય બનાવટના વિદેશી શરાબના ૧૬ ચપલા મળી આવ્યા હતા. બંને શખ્સની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial