પોલીસ મથકમાં આવેલા નશાખોરની ધરપકડ

જામનગર તા. ૨૯ઃ કલ્યાણપુરના પોલીસ મથકમાં શનિવારે સાંજે દેવરીયા ગામનો એક શખ્સ નશાની હાલતમાં જઈ પહોંચતા પોલીસે તેની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં શનિવારે સાંજે પોલીસ સ્ટાફ ફરજ પર હતો ત્યારે કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામની આંબેડકર સોસાયટીમાં રહેતો હીરાભાઈ મેઘાભાઈ વેગડા નામનો શખ્સ આવી પહોંચ્યો હતો.

કોઈ કામસર પોલીસ મથકે આવેલા હીરાભાઈની લથડતી હાલત જોઈ વહેમાયેલી પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશામાં જણાઈ આવ્યો હતો. પોલીસકર્મી ધરણાંતભાઈ માડમે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો નોંધાવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit