ઓખા-હાવરા તથા પોરબંદર-હાવરા સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેનો દોડશે

૨૧ ઓકટો. થી ૧ ડિસે. દરમ્યાન ફેસ્ટીવલ ટ્રેનો

જામનગર તા. ૧૭ઃ પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવારોને ધ્યાને લઈ ફેસ્ટીવ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની ઘોષણા કરવામાં આવી છે. જે અંતર્ગત ઓખા-હાવરા ટ્રેન નં.૦૨૯૦૫ તથા ૦૨૯૦૬ ઉપરાંત પોરબંદર-હાવરા ટ્રેન નં. ૦૯૨૦૫ તથા ૦૯૨૦૬ શરૃ કરવામાં આવશે.

૨૫ ઓકટોબરથી ૨૯ નવેમ્બર દરમ્યાન ઓખા-હાવરા ટ્રેન નં.૦૨૯૦૫ દર રવિવારે ઓખાથી સવારે ૮ઃ૧૦ કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે ૩ઃ૩૫ કલાકે હાવરા પહોંચશે.ં

એ જ રીતે ૨૭ ઓકટોબરથી ૧ ડિસેમ્બર દરમ્યાન હાવરા-ઓખા ટ્રેન નં. ૦૨૯૦૬ દર મંગળવારે હાવરાથી રાત્રે ૧૦ઃ૫૦ કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સાંજે ૬ઃ૩૦ કલાકે ઓખા પહોંચશે. આ બંન્ને ટ્રેનો દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત નંદુરબાર, ભૂસાવળ અકોલા, બડનેરા, નાગપુર, ગોંદીયા, રાજ નંદગાવ, દુર્ગ, રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડકપુર સ્ટેશનોએ ઉભી રહેશે. આ ટ્રેનો માટે ૨૨ ઓકટોબરથી સિલેકટેડ સ્ટેશનોની બુકીંગ ઓફિસ તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર રિઝર્વેશન થઈ શકશે.

૨૧ ઓકટોબરથી ૨૬ નવેમ્બર દરમ્યાન ટ્રેન નં.૦૯૨૦૫, પોરબંદર હાવરા દર બુધવારે અને ગુરૃવારે સવારે ૮ કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે ૩ઃ૩૫ કલાકે હાવરા પહોંચશે. એ જ રીતે ૨૩ ઓકટોબરથી ૨૮ નવેમ્બર દરમ્યાન ટ્રેન નં. ૯૨૦૬ હાવરા-પોરબંદર દર શુક્રવાર અને શનિવારે રાત્રે ૧૦ઃ૫૦ કલાકે હાવરાથી ઉપડશે જે ત્રીજા દિવસે સાંજે ૬ઃ૧૦ કલાકે પોરબંદર પહોંચશે.

આ ટ્રેનો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભૂસાવયળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, રાજ નંદગાવ, દુર્ગ રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશને ઉભી રહેશે.

ટ્રેન નં. ૦૯૨૦૫ પોરબંદર-હાવરા માટે ૧૮ ઓકટોબરથી સિલેકટેડ સ્ટેશનની બુકીંગ ઓફિસ તથા આઈ.આર.સીટી.સી.ની વેબસાઈટ પરથી રીઝર્વેશન મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત બન્ને ફેસ્ટીવલ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેનોમાં સેકન્ડ કલાસ, સ્લીપર, થર્ડ એસી તથા સેકન્ડ એસી કોચ રહેશે. આ બન્ને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે એટલે કે જે મુસાફરો રિઝર્વેશન કરાવેલું હશે તે જ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે.

close
Ank Bandh
close
PPE Kit