Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓમાન ભારતીય દૂતાવાસે આપી માહિતી
મસ્કત તા. ૩: હોર્મુઝમાં કુવૈતી ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર પર હુમલો થયા પછી ટેન્કરમાં સવાર પાંચ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી ઓમાનના ભારતીય દૂતાવાસે આપી હતી.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે, કુવૈતી ધ્વજવાળા ટેન્કર એમટી કાઝીમાહ-।।। પર સવાર પાંચ ભારતીય નાગરિકોના બચાવ કાર્યનું સંકલન મિશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે હોર્મુઝ સ્ટ્રેટમાં એક અષથી અથડાયું હતું.
પાંચેય ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે આ મિશનમાં ઓમાની સત્તાવાળાઓનો સહકાર બદલ આભાર માન્યો. અમે ઓમાની સત્તાવાળાઓનો તેમના સતત સમર્થન અને સહાય માટે આભાર માનીએ છીએ, તેમ ભારતીય દૂતાવાસે લખ્યું છે.
એમટી કાઝીમાહ ાાા કુવૈતી ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર છે અને હુમલા સમયે ટોગોના લોમે બંદર તરફ જઈ રહૃાું હતું. હોર્મુઝમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત તેના ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહૃાું છે. પર્સિયન ગલ્ફ અને અન્ય મુખ્ય દરિયાઈ માર્ગોમાં સુરક્ષા જોખમો વધી રહૃાા છે, પરંતુ ભારત સરકાર અને ભારતીય દૂતાવાસે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, હાલમાં, અમારી પાસે પર્સિયન ગલ્ફમાં છ ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજો છે. ભારત માટે કાર્ગો વહન કરતા છ વિદેશી ધ્વજવાળા જહાજો પણ છે. આનો અર્થ એ થાય કે કુલ ૧૨ જહાજો છે. આ જહાજો આશરે ૧૬૩ ભારતીય ખલાસીઓને લઈ જઈ રહૃાા છે.
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત, આ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ વાણિજ્યિક જહાજોમાં અમારી પાસે ૪,૫૦૦ થી વધુ ભારતીય ખલાસીઓ છે. શિપિગ મંત્રાલય, ભારતીય રાજદ્વારી મિશન અને સ્થાનિક હિસ્સેદારો સાથે મળીને, જહાજોની હિલચાલ પર નજર રાખી રહૃાું છે અને ભારતીય ખલાસીઓની સુખાકારી સુનિશ્ચિત કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial