ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પ૭૦પ૪ ખેડૂતોની નોંધણી

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાના પ૭ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવથી ખરીદી માટે ચાલતી નામ નોંધણીમાં પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કામગીરી હજુ અવિરત ચાલુ છે.

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવનાર છે. આ મટો ચાલી રહેલી નામ નોંધણી કાર્યવાહીમાં ગઈકાલ સુધીમાં પ૭૦પ૪ ખેડૂતોએ પોતાના નામની નોંધણી કરાવી હતી. જેમાં કાલાવડના ૧ર૪રપ, જામજોધપુરના ૧૦૪૭૭, જામનગર ગ્રામ્યના ૯પર૯, જામનગર શહેરના ૪૬, જોડિયાના પ૬૦ર, ધ્રોલના ૮૭૪પ અને લાલપુરના ૧૦ર૩૦ ખેડૂતોનો સમાવેશ થાય છે.

close
Ank Bandh
close
PPE Kit