Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે શોધી કાઢ્યાઃ
જામનગર તા.૧૪ : જામનગરના બે શખ્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવીને મૂક્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર તથા એરગન સાથે જોવા મળ્યા હતા. બંને સામે શરૂ થયેલી તપાસમાં સાયબર ક્રાઈમ પોલીસે બંનેને શોધી કાઢી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બે શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર અને એરગન રાખીને નીકળતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ પ્રકારના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી સીન જમાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ આવા શખ્સોના સગડ દબાવવાનું શરૂ કર્યું હતું. જેમાં જામનગરના સ્વામિનારાયણનગરની શેરી નં.પમાં રહેતો દિવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા સમર્પણ સર્કલ નજીક આવેલી વાસાવીરા સોસાયટીની શેરી નં.૪માં રહેતો ઈશ્વર મોહનભાઈ ઓડીચ નામનો વિપ્ર શખ્સ વીડિયોમાં હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઇમ પોલીસે બંને સામે જીપી એકટની કલમ ૧૩૫ (૧) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial