જી.જી. હોસ્પિટલની પેઢીનો કોન્ટ્રાક્ટ રદ, પગાર ચૂકવવા આદેશ

જામનગર તા. ૧૪ઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં આઉટ સોર્સીસથી બંસી એન્ટરપ્રાઈઝ રાજકોટની પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ પેઢીએ ત્રણ માસ સુધી પગાર નહીં ચૂકવતા કામદારોએ હડતાલ પાડી હતી.

આથી જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા તાકીદનો પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો અને બંસી એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો અને આ અધૂરૃ કામ પૂરૃં કરવા માટે જામનગર સફાઈ કામદાર સમાજ અને સિદ્ધનાથ સેનેટરી માટે સહકારી મંડળી લિ.ને કામ સોંપવામાં આવ્યું હતું. આદેશમાં એમ પણ જણાવાયું હતું કે એક દિવસમાં જ બાકી પગારની રકમ ચૂકવી આપવાની રહેશે. આમ હડતાલ ઉગ્ર સ્વરૃપ ધારણ કરે તે પહેલાં જ મામલાનો નિવેડો લાવવા પ્રયાસ થયો છે. અહીં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શા માટે ત્રણ માસ હોસ્પિટલ સત્તાવાળાઓ ચૂપ રહ્યા, હડતાલ પાડવામાં જ શા માટે તંત્ર હરકતમાં આવ્યું? શું પગાર માટે પણ હડતાલ કરવી પડશે? આ તો આંદોલન ઉગ્ર બન્યુ એટલા માટે તંત્ર જાગ્યુ છે. એ સવાલ ઉઠાવવામાં આવ્યો ન હોત તો હજુ પણ પગારનો નિવેડો આવ્યો ન હોત.

close
Ank Bandh
close
PPE Kit