ભાણવડ તાલુકાના રાણપર નજીક દિપડાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા

ભાણવડ તા. ૧૭ઃ ભાણવડ તાલુકાના રાણપર ગામ તથા આસપાસના પંથકમાં બરડા અભ્યારણ્યમાંથી દિપડો આવતો અને ઢોર-પાલતું પ્રાણીઓનો શિકાર કરતો હતો.  આ અંગે રાણપરના સરપંચ, ખેડૂતો તથા ગામ લોકોએ સામાજિક વનીકરણ રેન્જ, ભાણવડ કચેરીને જાણ કરી હતી. તે સંદર્ભમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર હર્ષાબેન પંપાણીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સીદાભાઈ વકાતર, કવાભાઈ પાટડીયા, મધુબેન કરંગીયા, પરાગ ત્રિવેદી, ઈબ્રાહીમભાઈ હિંગોરા, રાજેન્દ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજાએ સ્થળ પર તપાસ કરી હતી અને રામપર ગામની કેનાલ પાસેના વિસ્તારમાં દિપડાના પગના નિશાન જોવા મળ્યા હતાં. આથી કેનાલના પુલિયા પાસે પાંજરૃ મુકવામાં આવ્યું હતું અને તેના પર સતત વોચ રાખવામાં આવી હતી. જે પછી તા. ૧પ-ર-ર૦ર૦ના વ્હેલી સવારે આ દિપડો પાંજરામાં આબાદ પુરાઈ ગયો હતો. આ દિપડાને પાંજરા સાથે વન ચેતન કેન્દ્ર, ઘુમલીમાં રાખવામાં આવ્યો છે અને તેની શારીરિક તપાસ પછી બરડા અભ્યારણમાં અથવા સાસણના જંગલમાં મુક્ત કરી દેવાશે.  (તસ્વીરઃ મારખીભાઈ વરૃ)

close
Nobat Subscription