| | |

લેસ્ટર (યુ.કે.) માં યોજાયું 'ફ્રેન્ડ્ઝ ઓફ ખંભાળિયા'નું યાદગાર સંમેલન

ખંભાળિયા તા. ૮ઃ ઈંગ્લેન્ડના લેસ્ટરમાં રહેતા મૂળ ખંભાળિયાના વતનીઓનું 'ફ્રેન્ડ્ઝ ઓફ ખંભાળિયા' શીર્ષક હેઠળ યાદગાર સંમેલન યોજાયું હતું.

મૂળ ખંભાળિયાના વતની વરસોથી લેસ્ટરમાં રહેતા દિનેશભાઈ ગણાત્રા તથા દિલીપભાઈ રાયચુરાની તમન્ના હતી કે ખંભાળિયાના યુ.કે.માં રહેતા તમામ લોકો એકત્ર થાય, અને તે ઈચ્છા પૂર્ણ થઈ હતી. આ સંમેલન સાથે સૌએ સમૂહભોજનનો લ્હાવો લીધો હતો. ખંભાળિયામાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ માટે યોગદાન આપતા સોળ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ ગણાત્રાએ આ સેવાભાવી દાતાઓની પ્રવૃત્તિઓની વિગતો જણાવી હતી. આ સંમેલનમાં ખંભાળિયાની લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, માનવ સેવા સમિતિ, જલારામ અન્નપૂર્ણા ગૃહ, જલારામ સત્સંગ મંડળ વગેરે સંસ્થાઓનો ઉલ્લેખ કરી સંસ્થાઓની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit