| | |

દ્વારકામાં રૃા. ૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલા વિકાસ કાર્યોનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ

જામનગર તા. રઃ બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોય, તેના વિરોધમાં જામનગરમાં ગઈકાલે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા ભાજપ સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નનામી કાઢી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં બિનસચિવાલયની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી સાચા પરીક્ષાર્થીઓ સામે અન્યાય થયો છે.

આ સાથે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા ગઈકાલે રવિવારે ત્રણબત્તીથી બેડી ગેઈટ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની નનામી કાઢી વિરોધ પ્રદર્શિત કરવાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફ ખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા, જામનગર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, અસ્લમ ખીલજી, જેનમબેન  ખફી, અશોક ત્રિવેદી, સહારાબેન મકવાણા સહિતના આગેવાનો, જોડાયા હતાં. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit