Advertisement
Author: નોબત સમાચાર

હૈદ્રાબાદમાં રૂ।. ૬.૭૮ કરોડની કિંમતની રૂપિયા પ૦૦ની નકલી ચલણી નોટો સાથે ૪ ની ધરપકડ

ભાડાના મકાનમાં નોટો છાપવાનું કારખાનું ચલાવતાઃ નકલી પોલીસ બનીને લોકોને પિસ્તોલથી ડરાવતાઃ

                                                                                                                                                                                                      

હૈદ્રાબાદ તા. ૪: હૈદરાબાદમાં રૂ।. ૬.૭૮ કરોડની નકલી ચલણી નોટો સાથે ૪ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજો ભાડાના મકાનમાં નોટો છાપવાનું મિની કારખાનું ચલાવતા હતા. એટલું જ નહીં, નલકી પોલીસ બની પિસ્તોલ બતાવી લોકોને ડરાવતા પણ હતા.

તેલંગાનામાં હૈદરાબાદમાં નકલી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે રામોજી ફિલ્મ સિટી નજીકથી ૪ આરોપીઓની ધરપકડ કરીને રૂ।. પ૦૦ ના દરની રૂ।. ૬.૭૮ કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. આ ભેજાબાજો ભાડાના મકાનમાં નોટો છાપવાનું મિની કારખાનું ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ નકલી પોલીસ બની િ૫સ્તોલ બતાવી લોકોને ડરાવતા હતાં. હાલ આ સમ્ર રેકેટની ઝીણવટભરી તપાસ ચાલુ છે.

આ ઉપરાંત નકલી ચલણ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર, લેપટોપ, નોટ કાપવાના મશીનો સહિતના અનેક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર ડો. તરૂણ જોષીએ આપેલી માહિતી મુજબ રવિવારે અબ્દુલ્લાપુરમેટ પોલીસે શાદનગર સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ સાથે મળીને નેશનલ હાઈવે-૬પ પર રામોજી ફિલ્મ સિટી નજીક એક કારને અટકાવી હતી. આ દરમિયાન કારમાં સવાર ૪ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. તેમની ઓળખ મડુ પોઝુ કર્ણાકર, ચિન્નોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરૂકુપેલ્લી રત્નાકર રેડ્ડી અને કરનમ અજય કુમાર તરીકે થઈ છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ શહેરના બહારના વિસ્તારમાં આવેલા કુન્ટલલૂરમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું યુનિટ ચલાવતા હતાં. અહીંથી મોટા પ્રમાણમાં નકલી ચલણ તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા છે.

પોલીસ કમિશનર ડૉ. તરૂણ જોષીએ જણાવ્યું કે, આરોપીઓ કથિત રીતે નકલી ઓળખપત્રો, વોકી-ટોકી અને નકલી પિસ્તોલનો ઉપયોગ કરીને પોતાને પોલીસકર્મી તરીકે રજૂ કરતા હતાં. આ વસ્તુઓના માધ્યમથી તેઓ લોકોને ડરાવીને છેતરપિંડી કરતા હોવાની પણ આશંકા છે.

હાલ પોલીસ જપ્ત કરાયેલા પ્રિન્ટિંગ સાધનો ક્યાંથી લાવવામાં આવ્યા હતાં, નકલી નોટોનું નેટવર્ક કેટલું મોટું છે અને આ રેકેટમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh