ચેક પરતના કેસમાં નાઘેડીના આસામીને એક વર્ષની કેદની સજા આપતી કોર્ટ

ચેકથી બમણી રકમનો ફટકારાયો દંડઃ

જામનગર તા. ૭ઃ જામનગરના નાઘેડી ગામના એક કોન્ટ્રાકટર સામે રૃા. ૨.૩૦ લાખના ચેક પરતની ફરિયાદ અદાલતમાં નોંધાવાયા પછી અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યા છે.

જામનગર તાલુકાના લાખાબાવળ ગામના ભુરુભા ધીરૃભા પરમાર પાસેથી નાઘેડી ગામના કોન્ટ્રાકટર પુનાભાઈ પેથાભાઈ ગમારાએ રૃા. ર લાખ ૩૦હજાર હાથ ઉછીના મેળવી બે ચેક આપ્યા હતાં. તે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા ભુરૃભાએ વકીલ મારફત પુનાભાઈને નોટીસ પાઠવી હતી તેમ છતાં રકમ આપવામાં નહી આવતા ભુરૃભાએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોકત કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી પુનાભાઈ ભરવાડ સામેનો કેસ સાબીત માની તેઓને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યા છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, રાકેશ સભાયા, પરેશ સભાયા, અર્પિત રૃપાપરા, હસમુખ મોલીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, હિરેન સોનગરા રોકાયા હતાં.

close
Ank Bandh 29 March
close
PPE Kit