ભાણવડની સરકારી વિનયન કોલેજના પ્રોફેસરની નોડલ અધિકારી તરીકે નિમણૂક

ભાણવડ તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તથા સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં "સેવા એજ પ્રભુતા" ના સૂત્રને સાર્થક કરતા દેવભૂમિ દ્વારકાની કોલેજોના એન.એસ.એસ. સ્વયં સેવકો દ્વારા સેવાકીય કામગીરીમાં કપરા સમયમાં ખૂબ જ ખંતથી સેવા કરી માસ્ક વિતરણ, રસીકરણ, જનજાગૃતિ, વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન ઓક્સિજન બુસ્ટ માટે પોટલી વિતરણ સહિતની સેવાકીય કાર્ય સરકારી વિનયન કોલેજના પ્રો. આર.એસ. રાઠોડ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની રાહબરી હેઠળ ૧ર૦ થી વધુ સ્વયં સેવકોએ કામગીરી કરી હતી.

ઉપરોક્ત કામગીરીમાં નોંધપાત્ર સેવાને ધ્યાને લઈ આરોગ્ય ખાતું ગુજરાત રાજય અને જિલ્લા કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ભાણવડની સરકારી વિનયન કોલેજના પ્રો. આર.એસ. રાઠોડની જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit