ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક તથા હવેલીમાં પુરૃષોત્તમ માસની અમાસે ઉમટી પડ્યા ભાવિકો

ખંભાળીયા તા. ૧૭ઃ ગઈકાલે ખંભાળીયામાં પુરૃષોત્તમ માસની અમાસના દિવસે અહીં મહાપ્રભુજીની બેઠક તથા વિવિધ હવેલીઓમાં ભગવાનના વિશિષ્ટ દર્શન યોજાતા ભાવિકોના ઘોડા૫ૂરની સ્થિતિ થઈ હતી અને જાણે ભગવાનની શ્રદ્ધાએ કોરોનાના ભયને ભગાડ્યો હોય, તેમ શ્રીજીના દર્શનની ઝાંખી કરવા ભક્તોની કતારો લાગી હતી. જો કે, મહાપ્રભુજીની બેઠક તથા હવેલીઓમાં મંદિરના પૂજારી તથા વહીવટદાર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાતા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થતું હતું, પણ બહારના ભાગમાં લોકોની કતારો લાગી હતી. હવેલી તથા બેઠકજીના પ્રતિદિન પુરૃષોત્તમ માસમાં વિશિષ્ટ દર્શન હોય, તેમાં અમાસના અત્યંત સુંદર દર્શન ચારેય હવેલીઓ તથા બેઠકજી તથા લક્ષ્મીનારાયણ મંદિરે યોજાતા ભાવિકો ઉમટી પડ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit