દહેજ તથા ઘરકામ બાબતે ત્રાસ આપી કાઢી મુકાતા પરિણીતાએ કરી સીતમની રાવ

જામનગર તા. ૭ઃ કલ્યાણપુરના એક પરિણીતાને સાસુ, સસરા તથા પતિએ દહેજ તેમજ ઘરકામ બાબતે ત્રાસ આપી સંતાન સાથે ઘરમાંથી કાઢી મુકતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના મશરીભાઈ ડાડુભાઈ ચાવડા સાથે આઠેક વર્ષ પહેલા જસુબેન કાનાભાઈ કરમુરના લગ્ન થયા પછી આ દંપતીને  પુત્ર સંતાનની પ્રાપ્તી થઈ હતી.

લગ્નના સાતેક મહિના સુધી સારી રીતે રાખ્યા પછી સાસુ સંતોકબેન તથા સસરા ડાડુભાઈએ તેણીને ઘરકામ બાબતે મેણા મારવાનું શરૃ કરી તું કરીયાવરમાં કાઈ લાવી નથી તેમ કહી પુત્ર મશરીને પણ ચઢામણી કરતા પતિએ પણ ત્રાસ આપવાનું શરૃ કર્યંુ હતું. તે પછી પુત્ર સાથે જસુબેનને ઘરમાંથી કાઢી મુકવામાં આવતા તેણીએ દ્વારકા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit