Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. પઃ રાજય સરકાર દ્વારા રાજ્યના હાલાર-કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. જેમાં પાંચ ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓમાં પણ 'તિવ્ર દુષ્કાળ' ના બદલે મધ્યમ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતા ખેડૂતો-પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કચ્છ અને હાલાર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં તે પછી પોરબંદર હાલાર અને કચ્છના ૨૩ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો વિધિવત હુકમ તાજેતરમાં રેવન્યુ વિભાગ ગુજરત દ્વારા કરવામાં આવ્યા હતાં, જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર તથા જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુર અને લાલપુર એમ કુલ દસ તાલુકાને મધ્યમ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો હુકમ થયો છે.
જો કે, હાલારના બન્ને જિલ્લામાં જે-જે તાલુકામાં પાંચ ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકાને 'તિવ્ર' દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ, તેના બદલે દસેય તાલુકાને 'મધ્યમ' કેટેગરીના દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા ખેડૂતો અને ગ્રામજનો તેમજ પશુપાલકોમાં અસંતોષ ફેલાયો છે.
મુખ્યમંત્રીએ ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા પછી હવે છેક રાજ્યના સરકારી વિભાગોને દુષ્કાળ સંદર્ભની કામગીરી શરૂ કરવાના પરિપત્રો / આદેશો જારી થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial