દાંડિયારાસ પછી ૧૭પ લોકોને ચેપ લાગતા આંખો સોજી ગઈ! મહેમાનો થયા પરેશાન

રાજકોટ તા. ૧રઃ રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સગાઈના એક પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોઈ કારણે ચેપ લાગી જતાં ૧૭પ લોકોની આંખોમાં સોજો આવી ગયો હતો અને લાલ થઈ ગઈ હતી. મહેમાનોએ સારવાર માટે દોડવું પડ્યું હતું.

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના ૧૭પ લોકોને આંખમાં પાણી નીકળતી હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. મોકરશી પરિવારમાં દીકરાની સગાઈ પૂર્વે દાંડિયારાસનો કાર્યક્રમ હતો. જે અંતર્ગત આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. પરિવારના તમામ લોકો તેમજ સગાઓએ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવા મળી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, મોકરશી પરિવારના ૧૭પ લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખના ટીપાં નાખવામાં આવ્યા હતાં તેમજ ઈન્ફેક્શન મુજબ યોગ્ય સારવાર પણ આપવામાં આવી છે. સારવાર આપ્યા પછી ર૪ કલાકમાં આંખ પહેલાની જેમ ફરી એક વખત સામાન્ય રીતે કાર્યરત થઈ જશે. તો બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પરિવારમાં સગાઈની વિધિ હોય, તેથી પરિવારજનો હાલ પરેશાન હોવાનું પણ જણાવ્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit