જામનગર તા. ર૩ઃ તાજેતરમાં જાગૃતિબેન અલ્પેશભાઈ સંઘવી નામના ૪૭ વર્ષિય મહિલા અચાનક રણમલ તળાવમાં પડી જતાં ઘટના સ્થળે હાજર લોકોએ તેમને બચાવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. આ તકે સમયસૂચક્તા દાખવી પ્રવિણસિંહ નાથુભા ઝાલા નામના રેલવેકર્મીએ તળાવમાં ઝંપલાવી જાગૃતિબેનનો જીવ બચાવી લીધો હતો. ગુજરાત ઓટો ગ્લાસના ઉપક્રમે બહાદુર રેલવેકર્મી પ્રવિણસિંહ નાથુભા ઝાલાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જીએસટી અધિકારી રાજેશભાઈ ગાંગાણી, ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડના અધિકારી સુનિલભાઈ દવે, વકીલ મુસ્તદાભાઈ કપાસી તથા જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા પ્રવિણસિંહને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.