Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પોલીસ વિભાગમાં આઠ પીઆઈની બદલીઃ એક લિવ રિઝર્વમાં

બે પીઆઈને લિવ રિઝર્વમાંથી પોલીસ મથકમાં મૂકાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા આઠ પીઆઈની બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વમાંથી બે પીઆઈને પોલીસ મથકનો ચાર્જ સોંપાયો છે. એક પીઆઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.

જામગનર શહેરના પોલીસબેડામાં ફરજ બજાવતા દસ પીઆઈની ગઈકાલે આંતરીક બદલીનો જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ હુકમ કર્યાે હતો.

હાલમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એન.એમ. ગઢવીને સિક્કા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. પટેલને લીવ રિઝર્વમાં મુકાયા છે. લીવ રિઝર્વમાંથી પીઆઈ એન.બી. ચૌહાણને સિટી બી ડિવિઝનમાં અને કે.એલ. ગળચરને એરપોર્ટ સિકયુરિટીમાં નિયુક્તિ અપાઈ છે.

તે ઉપરાંત ધ્રોલ પોલીસ મથકનાં પીઆઈ એચ.વી. રાઠોડને સિટી સી ડિવિઝનમાં, સિટી સી ડિવિઝનમાંથી પીઆઈ એન.બી. ડાભીને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ આઈ.એ. ધાસુરાને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખને જામજોધપુર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.

એરપોર્ટ સિક્યુરિટીમાંથી પીઆઈ જે.પી. સોઢાને જોડીયા પોલીસ મથકમાં અને જોડીયાના પીઆઈ પી.એન. ખાચરને ધ્રોલ પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સિટી એ ડિવિઝન તથા એલસીબી અને એસઓજીના પીઆઈ યથાવત્ રખાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh