જામનગરના તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડોઃ મહત્તમ ૩૩ ડીગ્રી: ભેજનું ૯પ ટકા રહ્યું હતું

જામનગર તા. ૧પઃ વરસાદી માહોના પગલે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં ગઈકાલે બપોરે પલટાયેલા હવામાનના પગલે નભમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતાં. વરસાદી માહોલના પગલે નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગરી અને અડધો ડીગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલ અને ઘટેલા તાપમાનના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા જનતાને ગરમીમાંથી રાહત મળી હતી.

નગરના હવામાનમાં ભેજનું પ્રમાણ બે ટકા ઘટીને ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Ank Bandh
close
PPE Kit