જામનગર તા. ૬ઃ શહેરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગર પાલિકાના સહયોગથી જામનગર શહેરના વોર્ડ નં. ૧ તથા ર માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નં. ૧ અને ર ના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.
જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગર પાલિકાના સહયોગથી આજરોજ શહેરના વોર્ડ નંબર ૧ અને ૨માંવેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૧ અને ૨માં રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે ત્યારે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથા પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી,ડેપ્યુટી મેયર તપન પરમાર,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી મનિષ કટારિયા, શાશક પક્ષના નેતા શ્રીમતી હર્ષિદાબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, શ્રીમતી ડિમ્પલ રાવલ,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, વોર્ડ નંબર-૨ના ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, મહામંત્રીશ્રી સી.એમ.જાડેજા, ગોલ્ડન સીટીના પ્રમુખ દીગુભા જાડેજા તથા વોર્ડ નંબર ૧ અને ૨ના અગ્રણીઓ સર્વશ્રી ગુલાબસિંહ જાડેજા, વિશાલસિંહ ચુડાસમા, અજીતસિંહ જાડ ેજા, કૃપાબેન આલાભાઇ રબારી, પ્રેમજીભાઇ બાબરીયા, અનિલભાઇ બાબરિયા, વિજયભાઇ બાબરિયા, ઉંમરભાઇ ચમડીયા, અનવરભાઇ સંઘાર, ફિરોઝભાઇ પતાણી અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.