નગરમાંથી પિસ્તોલ, કટ્ટા સાથે એક ઝડપાયો

જામનગર તા. ૨૬ઃ જામનગરના પવનચક્કી વિસ્તારમાંથી ગઈકાલે એસઓજીએ એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ તથા કટ્ટા સાથે પકડી પાડ્યો છે તેના કબ્જામાંથી બન્ને હથિયારના એક-એક કારતુસ પણ સાંપડ્યા છે. મૂળ મોટી ખાવડીના આ શખ્સની રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે.  જામનગરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલાં પેટ્રોલીંગમાં પીએસઆઈ આર.વી. વીછી તથા સ્ટાફના હે.કો. મયુદીન સૈયદને બાતમી મળી હતી કે, નગરના પવનચક્કી વિસ્તારમાં એક શખ્સ પાસે દેશી બનાવટના હથિયારો છે. તે બાતમીથી પી.આઈ. એસ.એસ. નિનામાને વાકેફ કરાયા પછી એસ.ઓ.જી. સ્ટાફે પવનચક્કી નજીકના બસસ્ટોપ પાસેથી સોહીલ દિનેશભાઈ સંજોટ નામના શખ્સને રોકી તલાસી લીધી હતી. નગરના તિરૃપતી સોસાયટી વિસ્તાર પાસે આવેલી શિવ ટાઉનશીપમાં રહેતા મૂળ મોટી ખાવડીના આ શખ્સની તલાસી લેવાતા તેના કબ્જામાંથી દેશી બનાવટની અને મેગ્ઝીનવાળી પિસ્તોલ અને દેશી બનાવટનો કટ્ટો તેમજ બંન્ને હથિયારના એક-એક કારતુસ મળી આવતા આ શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

આ શખ્સ સામે એસઓજીના હે.કો. સંદિપ ચુડાસમાએ ખુદ ફરિયાદી બની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તથા જીપીએકટની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. પોલીસે રૃા. ૨૫,૨૦૦ ની કિંમતના હથિયાર, કારતુસ ઝબ્બે લઈ સોહિલ સંજોટને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit