શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે 'જનસંવેદના' આંદોલન

જામનગર તા. ૧રઃ કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની તમામ ક્ષેત્રમાં ઘોર નિષ્ફળતા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના પ્રમાણે આવતીકાલે તા. ૧૩.૧૧.ર૦૧૯ ના દિને જનસંવેદના આંદોલન કરવામાં આવશે.

જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા. ૧૩.૧૧.ર૦૧૯ ના સવારે ૧૦.૩૦ વાગ્યે જિલ્લા પંચાયત ચોકમાં ધરણાં, સૂત્રોચ્ચાર કરવામાં આવશે તેમજ ત્યારપછી ત્યાંથી રેલી કાઢીને રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુની ઓફિસ સુધી જઈને ઓફિસને ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો આ જનસંવેદના આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાશે તેમ જણાવ્યું  છે.

close
Ank Bandh
close
PPE Kit