Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મુસ્લિમ જમાતો દ્વારા કરાતી રજૂઆતઃ
જામનગર તા. ૫: જામનગરમાં મુસ્લિમ સમાજની ચાર જમાતો માટેના કબ્રસ્તાનમાં કોઈએ વૃક્ષ છેદન તથા લાકડાની ચોરી કરી રહ્યા છે.. આ અંગે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે. શહેરના સુભાષબ્રિજ માર્ગેના ચાર જમાતો આરબ જમાત, પટણી જમાત, ગુજરાતી જમાત અને સીદી જમાતની મૈયત માટે દફનવિધિ થાય છે તે ઉંમરઝુંડ કબ્રસ્તાનમાં વર્ષોથી અતિ મસમોટા વૃક્ષો છે. તેનું કોઈ દ્વારા છેદન કરવામાં આવ્યું હતું. જે ઓક્સિજનના મહત્ત્વના સ્ત્રોત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોઈએ કોઈપણ પ્રકારની મંજુરી વગર આડેધડ વૃક્ષો કાપી નાખ્યા છે.ં આ અંગે ચારેય જમાતના અગ્રણીઓ દ્વારા વન વિભાગ, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial