બીન હથિયારધારી વર્ગના ફોજદારોની સામુહિક બદલી

જામનગર તા. ૨૧ઃ રાજયના મુખ્ય પોલીસવડાએ ગઈકાલે રાજયના પોલીસબેડામાં ફરજ બજાવતા બીન હથિયારધારી ફોજદારો પૈકીના ૧૩૦ ફોજદારોની બદલીનો ગઈકાલે હુકમ કર્યો છે જેમાં જામનગરમાંથી એક તથા દ્વારકા જિલ્લામાંથી બે ફોજદારની બદલી થઈ છે. જયારે જામનગરમાં ત્રણ અને દ્વારકા જિલ્લામાં ચાર અધિકારીને મુકવાનો આદેશ આવ્યો છે.

ગુજરાત રાજયના મુખ્ય પોલીસવડા આશિષ ભાટીયાએ રાજયના બીન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટરની ફરજ બજાવતા કુલ પૈકીના ૧૩૦ અધિકારીઓની ગઈકાલે અરસપરસ બદલીનો હુકમ કર્યો છે. જેમાં જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ મિલન એન.આહિરની બદલી થઈ છે તેઓને પોરબંદર મુકવાનો હુકમ થયો છે.

તે ઉપરાંત હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રદ્યયુમનસિંહ જી. રોહડીયાને રાજકોટ શહેરમાં તેમજ દ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ વિજયરાજસિંહ એમ. ઝાલાને સુરેન્દ્રનગરમાં મુકવાનો આદેશ આવ્યો છે.

ઉપરોકત ત્રણ અધિકારીઓની બદલીની સાથે અન્ય શહેરમાંથી સાત અધિકારીની જામનગર તથા દ્વારકા જિલ્લામાં નિયુક્તિ કરવામાં આવી છે જેમાં રાજકોટથી નિશાંત વી. હરિયાણીને જામનગર તેમજ સુરતથી મયુરીબેન ભરતસિંહ જાડેજાને પણ જામનગરમાં નિયુક્તિ આપવાની સાથે આઈજીએ રાજકોટથી અનિરૃદ્ધસિંહ એલ. ઝાલાને પણ જામનગર મુક્યા છે.

દ્વારકા જિલ્લામાં અમદાવાદ શહેરમાંથી સંગીતાબેન કાનાભાઈ બારડ, પ્રશાંત ચંદુલાલ શીંગરખીયા, સુરતથી પરબતભાઈ ધીરાભાઈ વંદા, પોરબંદરથી ઉમાબેન ભીમશીભાઈને અને રાજકોટથી નિકુંજ એચ. જોષીને દ્વારકા જિલ્લામાં નિયુક્તિ આપવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit