| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૦ જેટલી આરોગ્ય ટીમો દ્વારા સતત સર્વેલન્સ

ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય જિલ્લા અધિકારી ડો. રવિન્દ્ર પટેલની ટીમ દ્વારા જિલ્લામાં એક પછી એક કેસ કોરોના પોઝિટિવ નીકળતાની સાથોસાથ જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોન, બફર્સ ઝોન વિસ્તારોમાં ૬૦ જેટલી આરોગ્ય ટીમો મોકલીને સતત ચેકીંગ, મેડિકલ પરીક્ષણ નમૂના એકત્ર કરવા તેનું રિપોર્ટીંગ કરાવવાનું ચાલી રહ્યું છે, તથા આ ઉપરાંતના દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સર્વેલન્સની ટીમો મોકલીને રોજ શંકાસ્પદ તથા લક્ષણો જણાય તેવા કેસોનું મેડિકલ તપાસ બાદ સેમ્પલ લઈને જામનગર મોકલવાનું સતત ચાલુ રાખવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાં ૩૦ /૩પ થી શરૃ કરીને હાલ રોજના ૧૦૦ જેટલા કેસોનું સેમ્પલ જામનગર અવિરત મોકલવામાં આવી રહ્યું છે. જેમાં સર્વેલન્સ ટીમો દ્વારા જ ૬૦૦ થી વધુ સેમ્પલો લઈને જામનગર લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવાયા છે જેમાં અત્યાર સુધીમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.

આરોગ્ય વિભાગની જાગૃતતા ભરી કામગીરી છે તથા લોકોનો સહયોગ છે કે ૧૧ કેસો પોઝિટિવ નીકળ્યા પછી પણ લોકલ સંક્રમણના એકપણ કેસ હજુ આવ્યો નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit