| | |

કલ્યાણપુરના નાવદ્રા દરિયાકાંઠેથી રેતી ખોદી કાઢવા અંગે એક સામે ફોજદારી

ખંભાળીયા તા. ૨૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં ખાણ ખનિજ વિભાગે બે ટ્રકમાં રેતી ભરીને જતા આસામીઓને પકડી દંડ ભરવાની તાકીદ કરી હતી પરંતુ તેઓએ દંડ નહીં ભરતા આખરે ખનિજ ચોરીની ફોજદારી કરવામાં આવી છે જ્યારે એક શખ્સે નાવદ્રાના દરિયાકાંઠે રેતી ખોદી કાઢ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં લોકડાઉન યથાવત છે ત્યારે પણ ખનિજ ચોરો છાને ખૂણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી ખનિજની ચોરી કરી તેનું વહન કરતા હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનિજ વિભાગની કચેરીએ ચેકીંગ શરૃ કર્યું છે. જિલ્લા ખાણ ખનિજ અધિકારી એન.એમ. પટેલની સૂચનાથી માઈન્સ સુપર વાઈઝર ગૌરાંગ પરમાર તથા તેમની ટીમે ચકાસણી હાથ ધરી હતી.

તે દરમ્યાન કલ્યાણપુર તાલુકાના લીમડી-ચરકલા રોડ પર બાંકોડીના પાટીયા પાસેથી પસાર થતા જીજે-૧૦-ડબલ્યુ-૭૬૬૭ નંબરના ટ્રક અને જીજે-૧૮-ટી-૬૪૫ નંબરના ટ્રકને રોકાવી ચકાસણી કરી હતી. જેમાં અનુક્રમે ૧૫ તથા ૧૨ મેટ્રીક ટન રેતી ભરેલી હતી. તે જથ્થા સાથે જઈ રહેલા બન્ને વાહનના ચાલક ભોગાત ગામના હેમત માલદે ચેતરીયા તથા રામસી દેવાણંદ કંડોરીયાને દંડ ભરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ બન્નેએ દંડ નહીં ભરતા ગઈકાલે ગૌરાંગ પરમારે ખુદ ફરિયાદી બની બન્ને શખ્સ સામે રૃા. ૨,૨૭,૬૬૧ની કિંમતની રેતીની ચોરી કરવા અંગે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં માઈન્સ સુપરવાઈઝર એચ.જી. પ્રજાપતિએ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના ખરાબા વિસ્તારમાં લાંબા ગામના દેવાત કંડોરીયા નામના શખ્સે જીજે-૧૦-એએફ-૩૮૩૮ નંબરના લોડરથી ૭૫૫ મેટ્રીક ટન રેતી ખોદી કાઢી રૃા. ૨,૫૫,૪૯૨ ની દરિયાઈ રેતી ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit