| | |

નગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

જામનગર તા. ૨ઃ જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાંથી એસઓજીએ શનિવારે કાલાવડના એક શખ્સને ૧૭૬૬ ગ્રામ વજનના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે સુરતના એક શખ્સનું નામ આપ્યું છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં શનિવારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના એએસઆઈ મહેશભાઈ સવાણી તથા રવિભાઈ બુજડને બાતમી મળી હતી કે ત્યાંથી પસાર થતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે. તે બાતમીના આધારે પીઆઈ કે.એલ. ગાધેના માર્ગદર્શન હેઠળ સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમ્યાન ત્યાંથી પસાર થયેલા કાલાવડના પંજેતન નગરવાળા ઈરફાન અસલમ પતાણી ઉર્ફે આફરીન નામના શખ્સને રોકી તેની તલાસી લેવાતા તેના કબજામાંથી ૧ કિલો ૭૬૬ ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રૃા. ૧૦,૫૬૦ની કિંમતનો જથ્થો તથા રૃા. ૩૯૫૦ રોકડા સાથે એસઓજીએ ઈરફાનની અટકાયત કરી પુછપરછ કરતા તેણે આ જથ્થો સુરતના માલીયાવાડમાં વસવાટ કરતા અશ્વિનીકુમાર પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે. બન્ને શખ્સ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીએસઆઈ કે.વી. ચૌધરીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઈરફાનની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના જ્ઞાનદેવસિંહ, અનિરૃદ્ધસિંહ, રાયદેભાઈ, ઘનશ્યામભાઈ, મયુદ્દીન, સોયબ મકવા, રમેશ ચાવડા, સંજય પરમાર, લાલુભા, પ્રિયંકાબેન ગઢીયા, દયારામ ત્રિવેદી, સહદેવસિંહ સાથે રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit