રાંધણ ગેસના બાટલામાં તોતીંગ ભાવ વધારાનો મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ

કેન્દ્રની ભાજપ સરકારે તાજેતરમાં જ રાંધણ ગેસના બાટલામાં રૃા. ૧૪૫ જેવો તોતીંગ ભાવ વધારો બીજી વખત ઝીંકી દેતા દરેક ઘરમાં ગૃહિણીઓના રસોડા બજેટ ડામાડોળ થઈ ગયા છે. રાંધણ ગેસ જેવી અત્યંત જીવન જરૃરિયાતની બાબતમાં ભાવ વધારો થવાથી આમજનતામાં ઉગ્ર રોષ ફેલાયો છે. રાંધણ ગેસના બાટલામાં કરવામાં આવેલા અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાની હેઠળ રેલી યોજી આ ભાવ વધારો સત્વરે પાછો ખેંચવાની માંગણી સાથેનું વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીતાબેન પરમાર, જુબેદાબેન નોતીયાર, રૃકસાર રેલીયા, વર્ષાબેન શુક્લ, નર્મદાબેન, આયશાબેન, સબીરાબેન અનવર, જે.કે.નિમાવત, જયાબેન વગેરે મહિલાઓ જોડાયા હતા. (તસ્વીરઃ પરેશ ફલીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit