Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ખાખરડામાં કૂવામાં શ્રમિક પર મોત બનીને બેલુ ત્રાટક્યું: અરેરાટી

ઓખાના દરિયામાં માછીમારને હાર્ટએટેકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની સીમમાં એક ખેતર સ્થિત કૂવામાં કામ કરી રહેલા યુવાન પર ચરખીનો બોલ્ટ તૂટતા બેલુ મોત બનીને ત્રાટક્યું હતું. જ્યારે ઓખાના દરિયામાં માછીમારી કરી રહેલા મૂળ ગિર સોમનાથ જિલ્લાના પ્રૌઢને ઝાળ પરત ખેંચતી વખતે હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના ખાખરીયા ગામની પાનોર વાડી વિસ્તારમાં વસવાટ કરતા અભાભાઈ પેથાભાઈ નકુમ (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે તરૂણભાઈ ભુલાભાઈ ખાણધરના ખેતરમાં આવેલા કૂવામાં કામ કરી રહ્યા હતા.

આ કૂવામાં ચરખીનો બોલ્ટ તૂટી જતાં ચેરીયુ નીચે પડ્યું હતું. તે દરમિયાન ચેરીયામાં રહેલુ એક બેલુ અભાભાઈની માથે પડતા આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ ફોગાભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના પારડી ગામના ગાંડાભાઈ પોલાભાઈ સોલંકી (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ અન્ય ખલાસીઓ સાથે અભિલાષા નામની બોટમાં ત્રણેક દિવસ પહેલા માછીમારી માટે ગયા પછી મંગળવારે બપોરે ઓખાના દરિયાથી ત્રીસેક નોટીકલ માઈલ દૂર ઝાળ ખેંચતા હતા ત્યારે ગાંડાભાઈને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યાનું પરબતભાઈ ભીમાભાઈ સોલંકીએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh