| | |

દ્વારકા જિલ્લામાં ખેત ઉપયોગી ચીજોની દુકાનો દરરોજ ખુલશે

દેવભૂમિ દ્વારકા તા. ૨૨ઃ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૩૪ તેમજ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-૨૦૨૦ હેઠળ મળેલ સત્તાની રૃએ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ એક હુકમ બહાર પાડી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેત ઉપયોગી ચીજવસ્તુઓ જેવી કે ફર્ટીલાઈઝર (ખાતર), બિયારણ તેમજ જંતુનાશક દવાઓની તમામ દુકાનો દરરોજ સવારના ૮ કલાકથી સાંજના ૪ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. આવી દુકાનોને ઓડ-ઈવન પદ્ધતિ લાગુ પડશે નહીં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit