રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસી ટીવી કેમેરા અંગે પ્રશ્ન ઉઠાવતા વિક્રમભાઈ માડમ

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયા-ભાણવડ કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વિધાનસભામાં રાજ્યમાં જિલ્લા/શહેરમાં પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા સીસી ટીવી કેમેરાની સ્થિતિ અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.

રાજ્યમાં તા. ૩૦-૬-ર૦૧૯ ની સ્થિતિએ શહેર તથા જિલ્લાવાર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ સી.સી. ટી.વી. કેમેરા પૈકી કેટલા કેમેરા બંધ હાલતમાં છે, (ર) આ કેમેરા બંધ રહેવાના કારણો શુંછે ? તેમજ (૩) આ બંધ રહેલ સી.સી. ટી.વી. કેમેરા કેટલા સમયમાં ચાલુ કરવામાં આવશે?. આ પ્રશ્નોના જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે સી.સી. ટી.વી. કેમેરા રાજ્યના કુલ જિલ્લા/શહેરો અને અમદાવાદ, વડોદરાના રેલવે સ્ટેશનના પોલીસ સ્ટેશન સહિત ૪૦ પોલીસ સ્ટેશનોમાં કુલ ૭૩ર૭ સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. તે પૈકી તા. ૩૦-૬-ર૦૧૯ ની સ્થિતિએ ૯૭ર સી.સી. ટી.વી. કેમેરા બંધ હાલતમાં છે. (ર) આ બંધ હાલતમાં સી.સી. ટી.વી. કેમેરાઓ પૈકી ૮૯પ કેમેરા સી.સી. ટી.વી. ઉપકરણોમાં સર્જાતી તકનીક ખામીઓ (જેવી કે સર્વર, યુપીએસ, કેમેરા, બેટરી, એલ.ઈ.ડી.ટી.વી., નેટવર્ક સ્વીચ વિગેર) ના કારણે બંધ રહેવા પામ્યા છે. બાવન કેમેરા પોલીસ સ્ટેશન અન્ય બિલ્ડીંગમાં સીફ્ટ થયેલ હોય, અને રપ કેમેરા સર્વર એફ.એસ.એલ.માં કેસની તપાસ  અર્થે લઈ ગયેલ હોય, બંધ છે. આ સ્થિતિએ બંધ રહેલ કુલ ૯૭ર કેમેરા પૈકી ૮૦૧ કેમેરા (તા. ૭-૯-ર૦૧૯ ની સ્થિતિએ) કાર્યરત કરવામાં આવ્યા છે.  બાકી રહેલા ૧૭૧ કેમેરા સત્વરે કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit