Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૫: જામનગર નજીકના ચાંપાબેરાજા ગામના એક પરિણીતાનું પેટમાં દુખાવો તથા શ્વાસમાં તકલીફ થયા પછી જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતાએ પોલીસને જાણ કરી છે.
જામનગર નજીકના ચાંપાબેરાજા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભાવિશાબેન સંજયભાઈ કારાવદરા (ઉ.વ.૨૬) નામના પરિણીતા ગઈકાલે સવારે તેમના ઘેર હતા ત્યારે છએક વાગ્યે પેટમાં દુખાવો શરૂ થવા ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
આ પરિણીતાને સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પોરબંદર જિલ્લાના ભારવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા તેઓના પિતા પોપટભાઈ હરભમભાઈ ઓડેદરાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial