જામનગરમાં ઉજવાયો રાષ્ટ્રીય મતદાતા દિવસઃ ચૂંટણીપંચ દ્વારા ઈ-એપિક સુવિધાનું લોન્ચીંગ

'કસ્ટમ કમિશ્નર ડો. રામ નિવાસના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ર૬ઃ જામનગર કલેક્ટર કચેરીમાં કસ્ટમ કમિશ્નર ડો. રામ નિવાસના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ઈ-એપિક દ્વારા ઓનલાઈન ચૂંટણીકાર્ડ જનરેટ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિન્સીપલ કમિશનર ઓફ કસ્ટમ્સ(પ્રિવેન્ટીવ) ડો. રામ નિવાસની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રવચન કરતા ડો. રામ નિવાસએ ઇલેક્શનની કામગીરીમાં સહભાગી થનાર દરેક કર્મચારીને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ લોકશાહીનું રક્ષક છે અને લોકશાહીને મજબૂત કરતી સંસ્થા એ ભારતીય ચૂંટણી પંચ છે. તેના સ્થાપના દિનને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જનપ્રતિનિધિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં લોકશાહીને મજબુત કરવા સત્તા પર આવે તે માટે આ વિશાળ લોકશાહી દેશમાં ભારતીય ચૂંટણી પંચ કાર્યરત છે. ભારત ભૌગોલિક, ધાર્મિક, જાતિ, આર્થિક, ભાષાની દૃષ્ટિએ અલગતા ધરાવતો દેશ છે ત્યારે દરેકનો મતાધિકાર સચવાઈ તે ધ્યાન ભારતીય ચૂંટણી પંચ રાખે છે. ભારતમાં પહેલી ચૂંટણીથી જ મહિલાઓની સ્થિતિને મજબૂત કરવા સાથે મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સિસ્ટમને મજબૂત કરવા વહીવટમાં રહેલ નાનામાં નાના અધિકારીઓથી લઈ ઉચ્ચ પદે બિરાજતા દરેકનું યોગદાન છે. આ તકે કલેકટરે ભારતીય ચૂંટણી પંચની કામગીરીથી લોકોને વધુ અવગત કર્યા હતા અને જનતા દ્વારા ચૂંટાયેલા લોકો લોકોના મત, ધારણા, વિચાર લઈને દેશને એક કરવાનો પ્રયાસ કરે તે માટેની ચૂંટણી પ્રક્રિયા ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં કરી હંમેશા પ્રજાના અધિકારોની રક્ષા કરવામાં આવશે તેની ખાતરી આપી હતી.

તેમણે જણાવ્યું કે, તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં હદૃજૅ.ૈહ, ર્દૃંીર્િૅિંટ્ઠઙ્મ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ તથા ર્ફં્ઈઇ ઁઈન્ઁ ન્ૈંદ્ગઈ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર.૨૧ દરમ્યાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર હદૃજૅ પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ પ્રસંગે નવા મતદારોનું તથા ચુંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નાયબ વનસંરક્ષક (મરીન) આર.સેન્થીલ કુમારન, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતા જોષી, પ્રાંત અધિકારી અક્ષય બુડાનિયા, આસ્થા ડાંગર, પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયા, નવા મતદારો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit