ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સાડા પાંચ લાખ નજીક પહોંચ્યો

ભારતમાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ બે લાખથી વધુ ટેસ્ટીંગઃ ત્રણ લાખ એકવીસ હજાર દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી તા. ૨૯ઃ ભારત દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા પાંચ લાખ ઓગણ પચાસ હજાર એકસો સતાણુ થઈ છે. અને અત્યાર સુધીમાં કોરોનાના રાક્ષસે ૧૬,૪૮૬ વ્યક્તિઓની જિંદગીનો ભોગ લીધો છે. જો કે રીકવરી રેટ ૫૫ ટકાથી વધુ હોય ત્રણ લાખ ૨૧ હજાર દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં બે લાખ બાર હજાર એક્ટીવ કેસની સારવાર ચાલી રહી છે. ભારતમાં કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસથી દરરોજ બે લાખથી વધુ શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે અને ભારતમાં દર એકસો કેસમાંથી છ કેસ પોઝિટિવ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૪૯૩ નવા કેસ આવ્યા છે. જ્યારે તામિલનાડુમાં ૩૯૪૦ નવા દર્દી સામે આવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit