હાલારમાં પોણાપાંચસોથી વધુ લોકો કોરોન્ટાઈન

જામનગર તા. રપઃ કોરોનાના કહેર વચ્ચે હાલારમાં કોરોન્ટાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરના ૩૦૦ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

વિદેશથી આવનારા તેમજ અમુક લોકલ શંકાસ્પદ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં ર૯૯ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમના હાથ ઉપર સ્ટેમ્પીંગ તથા ઘરની દીવાલ ઉપર સ્ટિકર ચીપકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ, નગડિયા, ઓખા, ખંભાળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ સાત શંકાસ્પદ દર્દીઓ મળ્યા હતાં, જો કે તમામના રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં.

જિલ્લામાં હાલ ૧૮૩ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાંથી ૬પ ટકા એકલા સલાયાના છે. આથી જિલ્લા કલેક્ટર ડો. નરેનદ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડીડીઓ શ્રી જાડેજા, આરોગ્ય અધિકારી ડો. પટેલ વગેરેએ સલાયાની મુલાકાત કરી હતી તથા હોમ કોરોન્ટાઈનવાળા ઘરનું ચેકીંગ કર્યું હતું. વિદેશથી અનેક લોકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા હોવાથી ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ડોર ટુ ડોર સર્વે કામગીરી પણ ચાલી રહી છે.

જામજોધપુરમાં લોકડાઉન દરમિયાન જીવન જરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં નીકળ્યા હતાં.

આ ઉપરાંત જરૃરી કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ પ્રજાપતિ અને પોલીસ સ્ટાફ ચૂસ્ત બદોબસ્ત જાળવી રહ્યા છે.

close
Nobat Subscription