| | |

બેટ-દ્વારકામાંથી સાંપડ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

ઓખા તા. ૨ઃ બેટ-દ્વારકામાં ગાર્ડન વિસ્તારમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરૃષનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી તપાસ શરૃ કરી છે.

ઓખામંડળમાં આવેલા બેટ-દ્વારકાના ગાર્ડન ખારા દરિયા વિસ્તારમાં ગઈકાલે સાંજે એક પુરૃષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ બેટના હાજી સુલતાન જુસબ પાંજરીએ પોલીસને કરતા દોડી ગયેલા ઓખામરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાંથી અજાણ્યા લાગતા પુરૃષનો મૃતદેહ કબજે કર્યો છે.

અંદાજે ચાલીસેક વર્ષની વયના લાગતા આ પુરૃષનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં છે. તેઓના શરીર પર કાળા રંગનો સફેદ લાઈનીંગવાળો શર્ટ ધારણ કર્યો છે જ્યારે જમણા હાથમાં લાલ દોરો તેમજ આંગણી વીટી પહેરેલી છે. આ વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મોબાઈલ ૭૪૩૩૯ ૭૫૯૨૦નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit