Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવા તંત્રની અપીલ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેફટી એડવાઈઝરી જાહેરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: દિવાળી પર્વ નિમિત્તે જિલ્લામાં કોઈ આકસ્મિક ઘટના, આગ કે અન્ય અનિચ્છનીય બનાવ ન બને, નાગરિકોની સલામતી જળવાઈ રહે અને લોકો પૂર્ણ હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી જાહેર જનતાના હિતાર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી અને સાવચેતી અંગેની જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

તહેવારો દરમિયાન ફટાકડાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા આપતાં જણાવાયું છે કે, નાગરિકોએ હંમેશાં લાયસન્સ ધરાવતા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ફટાકડા ખરીદવા જોઈએ. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરવા અને તેને કોઈપણ દાહક કે જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવા. ફટાકડા ફોડવા માટે ખુલ્લી જગ્યા પસંદ કરવી અને આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ નથી તેની ખાતરી કરી લેવી. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ અવશ્ય વાંચવી. ફટાકડા ફોડતી વખતે યોગ્ય સળગતી મીણબત્તી કે દીવાની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડવા, તેમજ વીજળીના થાંભલા, વાયરો કે વાહનની અંદર ક્યારેય ફટાકડા ન ફોડવા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કોટન ગોડાઉન વિસ્તારની આજુબાજુ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. ફટાકડા સળગાવવા માટે મેચ બોક્સ કે લાઈટર જેવા ઓપન ફાયરનો ઉપયોગ ટાળીને સ્પાર્કલર, લાંબુ લાકડું કે અગરબત્તીનો ઉપયોગ કરવો. અડધા બળી ગયેલા કે ફૂટવામાં વધુ સમય લેતા ફટાકડા સાથે છેડછાડ ન કરવી, સલામત અંતર જાળવી તેના પર પાણી રેડી દેવું.

વ્યક્તિગત સુરક્ષા અને બાળકોની સંભાળ અંગે વિશેષ ધ્યાન દોરતા જણાવાયું છે કે, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ અને યોગ્ય ફિટિંગ ધરાવતા વસ્ત્રો જ પહેરવા. સિલ્ક કે સિન્થેટિક ફેબ્રિકના તથા લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળવું. લાંબા વાળ ધરાવતા વ્યક્તિઓએ વાળ યોગ્ય રીતે બાંધી રાખવા તેમજ ફરજિયાત ફૂટવેર પહેરીને જ બહાર નીકળવું. ક્યારેય હાથમાં રાખીને ફટાકડા ફોડવા નહીં. બાળકો હંમેશાં મોટેરાઓની દેખરેખ હેઠળ જ ફટાકડા ફોડે તે બાબત સુનિશ્ચિત કરવી. વધુ પડતા ઘોંઘાટથી બચવા કાનમાં કોટન પ્લગ મૂકવા અને શ્વસન સંબંધી તકલીફ ધરાવતા લોકોએ ઘરમાં જ રહેવું.

કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઘર તથા ધાબા પરથી જ્વલનશીલ પદાર્થો હટાવી લેવા અને ઇમરજન્સી માટે પાણીની ડોલ તૈયાર રાખવી. આગ કે અકસ્માતના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ નં. ૦૨૮૮-૨૫૫૩૪૦૪, જામનગર મહાનગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૮-૨૬૭૨૨૦૮ અથવા ફાયર બ્રિગેડના ૧૧૨ નંબર પર તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.તેમજ ફાયર બ્રિગેડ સહિત તમામ બચાવ એજન્સીઓને તાત્કાલિક કામગીરી અર્થે સ્ટેન્ડબાય રાખવા નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh