Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ જેટલા નળ જોડાણોને કાપી નાખવામાં આવ્યાઃ
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરા વસુલાત ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે સંદર્ભે તા. ૩ ના ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી. તેમજ નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતાં. જ્યારે સ્થળ ઉપર ૨૩ મિલકત ધારકોએ પૈસા ભર્યા હતાં. તેમજ ચાર મિલકત ધારકોએ ડ્યુ ડેઈટના ચેક આપ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા. ૩૧-૩-ર૦ર૬ સુધીનો મિલકત વેરો ભરપાઈ નહીં કરનારને નિયમ અનુસાર વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં પણ વેરો ભરપાઈ નહીં કરનાર બાકીદારોની તા. ૩-૧૧-ર૦ર૬ ના મુલાકાત કરવામાં આવી હતી.
જેમાંથી ર૩ મિલકત ધારકોએ રૂ।. ૭,૪૪,૦૯૦ ની બાકી વેરા રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી આપી હતી.
જ્યારે ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી. જેમાં કોટક કોર્પોરેશન (રૂ।. ૧,રપ,ર૪૭), જયાબેન જીવરાજ પરમાર (રૂ।. ર,ર૯,ર૦૧), જીલુબેન મુસાભાઈ (રૂ।. ૧,૪૮,૪રપ) અને ગુલાબરય તુલસીદસ (રૂ. ૧,૮૯,૦ર૦) નો સમાવેશ થાય છે. આમ કુલ રૂ. ૭૮,૧,૦૮ર ની બાકી વસુલાત અન્વયે ચારેય મિલકતો સીલ કરવામાં આવી હતી.
જ્યારે યોગેન્દ્ર મગનલાલ ઓઝા (ચેલારામ રાજપાલ) ની રૂ।. ૧૬૦પ૮ર ની વસુલાત અન્વયે તેના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાર મિલકત ધારકોએ ડ્યુડેટના ચેક આપ્યા હતાં. જેમાં ભરતભાઈ જે., ચંદ્રિકાબેન જે. (રૂ।. ૩પ૧ર૪), મહેશભાઈ જેશાભાઈ કંડોરીયા (રૂ।. ૩,રપ,૦૦૦), મુકેશભાઈ મોહનભાઈ (રૂ।. ર૮૮,પ૬૭) અને શ્રીમતી લક્ષ્મીબેન લાધાભાઈ (ખોડાભાઈ એન. શિયાર) (રૂ।. ૧,૩૮,૦૦૦) નો સમાવેશ થાય છે.
આ કામગીરી મ્યુનિ. કમિશ્નર દિપેશ કેડીયાની સૂચનાથી આસિ. કમિશ્નર (ટેક્ષ) જિગ્નેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હજુ પણ કોઈનો વેરો બાકી હોય તો સત્વરે ભરપાઈ કરી આપવો. અન્યથા મિલકત સીલ કરવામાાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial