જામનગર જી.એસ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી.ડી. નાગડા બીબીએ કોલેજનું ગૌરવ

જામનગર તા. ૨૫ઃ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જી.એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી.ડી. નાગડા બીબીએ કોલેજ, જામનગરના એન.એસ.એસ. યુનિટના બે વિદ્યાર્થીઓ વિરલ સિમરિયા અને પ્રગતિ સોનીએ રાજકોટમાં યોજાયેલ ગણતંત્ર દિવસ સમારોહમાં ગુજરાત એન.એસ.એસ. વિભાગના ૩૦ સ્વયંસેવકોની તૈયાર થયેલ પ્લાટુનમાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ગુજરાત પોલીસ તેમજ રક્ષાદળોની વિવિધ પ્લાટુનમાંથી આ પ્લાટુનનો ત્રીજો ક્રમ આવ્યો હતો. તેમને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ સફળતા બદલ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસ ડાયરેક્ટર સ્નેહલ કોટક પલાણ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અક્ષા ખત્રીએ શુભેચ્છા પાઠવી હતી.

close
Nobat Subscription