ભાદરા ગામ ૫ાસે વર્ષો જુનો પૂલ કડડડભૂસ

સદ્દનશીબે જાનહાની ટળીઃ ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કરાયોઃ

જામનગર-કચ્છ કોસ્ટલ હાઈવે પર આવેલાં ભાદરાથી આમરણ વચ્ચેના કેશીયા ગામના પાટીયા નજીકનો જર્જરીત પૂલ ગઈકાલે બપોરે અચાનક જ ધડાકા સાથે ધરાશાયી થયો હતો. અંદાજે ૨૮ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ પૂલની હાલત થોડા સમયથી જર્જરીત હતી. પૂલની સાથે ત્રણ નાલા પણ તૂટી પડ્યા હતાં. સદ્દનશીબે કોઈ જાનહાની થઈ નથી. પૂલ ધરાશાયી થયો ત્યારે કોઈ વાહન પસાર થયું ન હતું પરંતુ તે પછી બન્ને બાજુથી વાહનો આવી જતાં ટ્રાફિકજામ જેવી પરિસ્થિત સર્જાઈ ગઈ હતી. દોડી આવેલા જાહેર બાંધકામના અધિકારીઓએ ભારે વાહનો માટે ઉપરોકત માર્ગ બંધ કરાવી દઈ ટ્રાફિકને ધ્રોલથી વાયા લતીપર,ટંકારાવાળો માર્ગ  ચાલુ કરાવ્યો હતો. જયારે નાના વાહનો માટે ગ્રામ્ય પંચાયતનો માર્ગ ચાલુ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છએક મહિનામાં પૂલ તૂટી પડવાનો આ માર્ગ પર જ ત્રીજો બનાવ બન્યો છે.                                                                                                                 (તસ્વીર ઃ શરદ રાવલ ઃ હડીયાણા)

close
Ank Bandh
close
PPE Kit