કાનાલૂસથી વધુ બે ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન રવાના કરાઈ

અત્યાર સુધીમાં ૭૧ ઓક્સિજન ટ્રેન દોડાવાઈઃ

જામનગર તા. ૧૦ઃ ભારતીય રેલવે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે વધુ બે ટ્રેનો રવાના થઈ હતી. આ બન્ને ટ્રેનોમાં ૧૮૪.૯૪ ટન ઓક્સિજનનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.

રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડી.સી.એમ. અભિનવ જેફના જણાવ્યા પ્રમાણે તા. ૯ જૂનના કાનાલૂસથી ગુંટુર (આંધ્રપ્રદેશ) માટે ચાર ટેન્કર મારફત ૭૧.૯૮ ટન ઓક્સિજનનો જથ્થો ભરીને સ્પે. ટ્રેન રવાના થઈ હતી.

બીજી ટ્રેન પણ કાનાલૂસથી બેંગ્લોર (કર્ણાટક) માટે રવાના થઈ હતી. જેમાં છ ટેન્કરોમાં ૧૧૩.૯૬ ટન ઓક્સિજનનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. આ બન્ને ટ્રેનોમાં રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજનનો જથ્થો રવાના થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં ૭૧ સ્પે. ઓક્સિજન ટ્રેન આઠ રાજ્યોમાં રવાના કરવામાં આવી છે. જેમાં ૬૯પ૧.૭૬ ટન ઓક્સિજનનો જથ્થો રવાના થયો હતો.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit