જામજોધપુરમાં યોજાયું સદ્ભાવના સંમેલન

જામજોધપુર તા. ૧૩ઃ જામજોધપુરના સ્વામી નારાયણ મંદિરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત સદ્દભાવના સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી, રોકડીયા હનુમાનના લખુદાદા, મહંત રાજુગીરી મેઘનાથી, શાસ્ત્રી ભાવેશ શીલુ (ધુનડા સતપુરણધામ આશ્રમ), પંકજમુની, રમણગીરી બાપુ, ન.પા. ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, યાર્ડ ઉપપ્રમુખ સી.એમ. વાછાણી, વાસ્મો ચેરમેન અમુભાઈ વૈષ્નાણી, જયસુખભાઈ વડાલીયા, લોહાણા અગ્રણી ચીમનભાઈ આશાણી, ચેતનભાઈ કડીવાર, હરેશભાઈ બારીયા, વિ.હી.પ. બજરંગદળ તથા આરએસએસના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ જિલ્લા ભાજપ મંત્રી તથા અભિયાનમાં કોષાધ્યક્ષ કૌશીકભાઈ રાબડીયાના નેતૃત્વમાં યોજાયો હતો.

close
Ank Bandh 26 January
close
PPE Kit