Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયકલ પર જઈ રહેલા બે તરૂણને મોટરની ઠોકરઃ એકનું મૃત્યુઃ
જામનગર તા. ૫: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસે ગઈ તા.ર૮ની રાત્રે રોડ પર પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ક્રેટા મોટર ઘૂસી જતા મોટરમાં જઈ રહેલા રાજકોટના પ્રૌઢને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. ટ્રકના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દ્વારકાના શિવરાજપુર ગામ પાસે સોમવારે બપોરે એક સાયકલને મોટરે ટક્કર મારતા સાયકલ પર જઈ રહેલા બે તરૂણ ફેંકાઈ ગયા હતા. જેમાંથી એક તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. બીજાને ઈજા થઈ છે. તે ઉપરાંત ભાણવડના કૃષ્ણગઢ ગામમાં બાઈક સ્લીપ થતા પડી ગયેલા એક યુવાનનું ઈજા થવાથી મૃત્યુ થયું છે.
રાજકોટના સંત કબીર રોડ પર કનકનગરમાં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ ગોહેલ નામના પ્રૌઢ ગઈ તા.ર૮ની રાત્રે જીજે-૧ર-ઈઈ ૧૯૦૭ નંબરની ક્રેટા મોટર લઈને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે રોડ પર જીજે-૪-એડબલ્યુ ૯૨૪૭ નંબરનો ટ્રક પાર્ક કરેલો હતો. તેની પાછળ મોટર સાથે ટકરાઈ પડ્યા હતા.
આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા વિશાલભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર શ્યામભાઈ ગોહેલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક ઈનાયત કરીમભાઈ ઓંધીયા સામે ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં વસવાટ કરતા યુવરાજ (ઉ.વ.૧૬), વિરાટ (ઉ.વ.૧૧) નામના બે તરૂણ સોમવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે સાયકલ પર ચંદ્રસિંહ માર્ગ સામે આવેલા ફાર્મ ડેનસિટીમાં ન્હાવા માટે જતા હતા. આ બંને તરૂણ સાયકલ પર રોડ ક્રોસ કરતા હતા ત્યારે મકનપુર તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩-પીજે ૭૪૪૨ નંબરની અર્ટીગા મોટરના ચાલક ધોરાજીના રોહિત પ્રમોદપરી ગોસ્વામીએ સાયકલને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા યુવરાજનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વિરાટને ઈજા થઈ છે. લાડબાઈ પોલાભાઈ નાયાણીએ મોટરના ચાલક સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા પરબતભાઈ પાલાભાઈ કરમુર નામના યુવાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યે જીજે-૧૦-બીએન ૮૨૪૨ નંબરના બાઈકમાં ગામમાંથી પસાર થતા હતા ત્યારે મંદિર નજીક કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થયું હતું. રોડ પર પછડાયેલા પરબતભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અરશીભાઈ ભીમાભાઈ કરમુરે પોલીસમાં તેની જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial