જામનગરમાં વસ્તી ગણતરી સ્ટાફ માટેના તાલીમ વર્ગનો પ્રારંભ

જામનગર તા. ૧૪ઃ આગામી દિવસોમાં સમગ્ર ભારત દેશમાં વસ્તી ગણતરીની પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે. યોજાનાર વસ્તીગણતરી એપ થકી પણ હાથ ધરવામાં આવશે જે પ્રક્રીયા નવી હોવાને કારણે તદુપરાંત ૨૦૨૦ અને ૨૧માં બે તબક્કામાં યોજાનાર આ વસ્તી ગણતરી ચોક્સાઈપૂર્વકની કાર્યપદ્ધતિ સાથે અમલી બને તે માટે જામનગરમાં કલેકટર રવિશંકરના હસ્તે ચાર્જ ઓફિસરો, સપોર્ટ સ્ટાફ અને ટેકનીકલ આસિસ્ટન્ટો માટ બે દિવસીય તાલીમનો ગુરૃવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં યોજાનાર છે. જેમાં ૨૦૨૦માં પ્રથમ તબક્કામાં માત્ર ઘરની ગણતરી કરવામાં આવશે, જ્યારે ત્યારબાદ ૨૦૨૧માં વસ્તીગણતરી હાથ ધરાશે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારી લાલપુર એ.યુ.જેઠવા દ્વારા તાલીમાર્થીઓને વસ્તી ગણતરીના ઈતિહાસથી લઈ તબક્કાનુસાર કરવામાં આવનાર કામગીરી વિશે માહિતગાર કરાયા હતા. આ તકે કલેક્ટરએ તાલીમાર્થીઓને ડેટા ચોરીથી સાવધ રહેવા, અન્ય કોઈ લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરાવા અને ટેકનિકલ બાબતો વિશે ધ્યાન રાખવા જેવી વિવિધ બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમને વધુ સચોટ બનાવવા અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ તાલીમાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપી તાલીમાર્થીઓને આ જહેમતભરી કામગીરી સચોટ રીતે પરિપૂર્ણ કરવા ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ તાલીમવર્ગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર વસ્તાણી, આઈ.એ.એસ. સ્નેહલબેન, જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કરમુર, વસ્તીગણતરીના નોડલ ઓફિસર ગજેરા અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit