ખંભાળીયાઃ રામનાથ સોસાયટી વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ

ખંભાળીયા તા. ૨૯ઃ ખંભાળીયાના રહેણાક વિસ્તાર રામનાથ સોસાયટીમાં આશરે એકાદ માસ પૂર્વે એક નિવૃત્ત તલાટી મંત્રીને કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આના અનુસંધાને રામનાથ સોસાયટી તથા નજીકના શક્તિનગર વિસ્તારને જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને કન્ટેન્મેન્ટ ઝોન તથા બફર ઝોન મુજબ પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા હતા.

આ પછી રામનાથ સોસાયટી તથા નજીકના શક્તિનગર વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. આ સાથે ચોક્કસ સર્વેલન્સ રિપોર્ટના આધારે જે તે સમયે જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન તથા બફર ઝોન અંગેનું પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું તા. ૨૬ને શુક્રવારની મધ્યરાત્રિથી રદ્દ કરતો હુકમ જાહેર કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૫૯૯ શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાયા છે. તેમાંથી ૨૧ અને અન્ય જિલ્લાના એક મળી કુલ ૨૨ કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં એક દર્દીનું મરણ થયું છે. હાલ ૨૧૨ વ્યક્તિઓ સરકારી/હોમ કોરોન્ટાઈનમાં છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit