Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા ગામની શેરીઓમાં છલકાતી ગટરો

દિવાળીના તહેવારો ટાણે જ મોકાણ

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ૪: ભાટિયા ગામની શેરીઓમાં ગટરોમાંથી દુર્ગંધ મારતા પાણી છલકાઈ જવાથી અનેક સ્થળે ગંદા પાણીની રેલમછેલ થઈ ગઈ છે.

આ ગંદા પાણીના ખાબોચિયા-ખાડા ભરાયેલા રહેતા હોવાથી નગરજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. માખી-મચ્છર-જીવાતોનો ઉપદ્રવ વધવાને કારણે મચ્છર જન્ય રોગના દર્દીઓ વધી રહ્યા છે અને દિવાળીના તહેવારો ટાણે જ રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગ્રામ પંચાયત દ્વારા તાકીદે દરેક ગટરની અને શેરીઓની સફાઈ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજામાં રોષયુક્ત માંગણી ઊઠવા પામી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh