ગોમતીપુરમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને પકડી પાડતી પોલીસ

જામનગર તા. ૭ઃ જામનગરના ગોમતીપુર વિસ્તારમાંથી એક આસામીનું બાઈક ચોરાઈ ગયું હતું. પોલીસે શરૃ કરેલી તપાસમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે. તેણે ચોરાઉ વાહન કાઢી આપ્યું છે.

જામનગરના સુભાષબ્રીજ નીચે આવેલા ગોમતીપુરમાંથી જીજે-૧૦-બીઈ-૭૦૧૭ નંબરના મોટરસાયકલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી સિટી બી ડિવિઝનના સ્ટાફે હાથ ધરેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફના હે.કો. શોભરાજસિંહ, ક્રિપાલસિંહ, ફૈઝલ ચાવડાને મળેલી બાતમીના આધારે નવાગામઘેડમાં ૮૦ કવાર્ટર પાસે રહેતા શિવરાજસિંહ ખુમાનસિંહ પરમાર નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આ શખ્સે ઉપરોકત વાહન ચોરી કર્યાનું કબુલ્યું છે.

આ શખ્સે પોતાની પાસે રહેલું ચોરાઉ મોટરસાયકલ કાઢી આપતા રૃા. ૩૦હજારનું મોટરસાયકલ કબ્જે કરી પોલીસે તેની ધરપકડ કરી છે. કાર્યવાહીમાં પી.આઈ. કે.જે.ભોયે, એએસઆઈ બશીર મુદ્રાક, રવિરાજસિંહ, રાજેશ વેગડ, દેવેન ત્રિવેદી, કિશોર પરમાર, યુવરાજસિંહ, હરદિપ બારડ  રહ્યા હતાં.

 

close
Ank Bandh 29 March
close
PPE Kit