જામજોધપુરમાં કિસાનોની ટ્રેક્ટર રેલીમાં ૪૫ કિસાનોની અટકાયત

જામજોધપુર તા. ૨૬ઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. ત્યારે આજે જામજોધપુરમાં પણ કિસાન  અગ્રણી દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું. ત્યારે પોલીસે ૪૫ની અટકાયત કરી હતી. દિલ્હીમાં આજે કિસાનો દ્વારા ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. જેના સમાંતર જામજોધપુરમાં પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એ.પી.એમ.સી. જામજોધપુરથી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિના હેમત ખવાની આગેવાનીમાં આયોજીત આ કાર્યક્રમમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી ત્યારે પોલીસ દ્વારા ૪૫ જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit